નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ગરબાની પરંપરાગત શૈલીઓ જેવી કે બે-ત્રણ તાળી, ગરબી, હીંચ, દાંડિયા-ટીપ્પણી અને દોઢીયું સદીઓથી લોકપ્રિય છે. આ શૈલીઓનો ઇતિહાસ 800થી 900 વર્ષ જૂનો છે, જેમાં ગરબી 18મી સદીમાં દયારામની રચનાઓથી ચરમસીમાએ પહોંચી. આજે સુરત-અમદાવાદમાં 72-સ્ટેપ, થનગાટ, ટીટોડો, પોપટ સ્ટેપ, કાચુકો, ટીમલી, હુડો, સનેડો અને ડાકલા જેવા ફ્યુઝન સ્ટેપ્સ યુવાનોમાં ધૂમ મચાવી રહ્યા છે.
નવરાત્રીમાં ગરબાની પાંચ પરંપરાગત શૈલીઓ અને આધુનિક ફ્યુઝનનો સંગમ
Source: Chitralekha Gujarati