અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર પીપળજ વિસ્તારમાં 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી મનીષા સલાટ ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. માતા રિક્ષાનું ભાડું ચૂકવી રહી હતી ત્યારે તેનો હાથ છૂટતાં બાળકી ગટરમાં ખાબકી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ સાત કલાકથી વધુ શોધખોળ કરી, પરંતુ બાળકીનો પત્તો લાગ્યો નથી. ઘટનાએ ખુલ્લી ગટરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
અમદાવાદમાં ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી, શોધખોળ ચાલુ
Source: Gujarat First