દિલ્હીમાં વિપક્ષી ગઠબંધનની સુપ્રીમ કોર્ટ સુધીની કૂચ અને સુરક્ષા વ્યવસ્થાને કારણે રાજીવ ચોક સહિત છ મેટ્રો સ્ટેશનના પ્રવેશ-નિકાસ દ્વાર સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે. જોકે, ઇન્ટરચેન્જ સુવિધા ચાલુ રહેશે. DMRCએ મુસાફરોને મુસાફરી પહેલાં માર્ગ તપાસવાની સલાહ આપી છે. પોલીસે નવી દિલ્હીમાં BNSS કલમ 163 લાગુ કરી છે.
દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને પગલે 6 મેટ્રો સ્ટેશનના દરવાજા બંધ
Source: Mantavya News