ગુજરાત ફર્સ્ટના મેગા ક્વિઝ શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'માં બનાસકાંઠાના કમલેશ ચૌધરીએ પ્રથમ પ્રયાસે ડિજિટલ દંગલ રાઉન્ડ પાસ કરી હોટ સીટ સુધી પહોંચ્યા છે. ભુજમાં ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચૌધરીનું લક્ષ્ય GPSC પરીક્ષા પાસ કરવાનું છે. એપિસોડ-8માં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘેલા અને DCP ભરત રાઠોડ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠાના કોન્સ્ટેબલ કમલેશ ચૌધરી KBGGના હોટ સીટ પર
Source: Gujarat First