દિલ્હીમાં વિપક્ષી નેતાઓએ પોલીસ અવરોધોને પાર કરીને સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર તથા ચૂંટણીપંચ સામે અરજી દાખલ કરી. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ સહિત 11 નેતાઓ અરજદાર બન્યા છે. પોલીસે મંડી હાઉસ પાસે રોકવાનો પ્રયાસ કરતાં ધક્કામુક્કી થઈ હતી. વિપક્ષ જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે.
દિલ્હીમાં વિપક્ષની વિરોધ માર્ચ, સુપ્રીમ કોર્ટમાં 11 નેતાઓની અરજી
Source: BBC Gujarati