ગુજરાતમાં આજે પણ બપોરે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડી અનુભવાશે. હવામાન વિભાગ મુજબ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં મહત્તમ 37 અને લઘુત્તમ 24 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ગઈકાલે 39.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું.
ગુજરાતમાં ગરમી યથાવત, દરિયાકાંઠે રાત્રે ઠંડી
Source: Gujarati Jagran