સીઆઈએના પૂર્વ અધિકારી ડેવિડ રશે અમેરિકન સરકાર સાથે આશરે 20 કરોડ ડૉલર એટલે કે 1900 કરોડ રૂપિયાની છેતરપિંડી કબૂલી છે. ખોટા કોન્ટ્રાક્ટ અને રિયલ એસ્ટેટ સોદાનો ઉપયોગ કરીને તેમણે સરકારી ભંડોળનો દુરુપયોગ કર્યો. ધરપકડ વખતે તેમના ઘરમાંથી 298 સોનાની ઈંટો, 35 લક્ઝરી ઘડિયાળો અને 20 લાખ ડૉલર રોકડ મળી આવ્યા હતા. તેમણે વિદેશી સરકારને ગુપ્ત માહિતી આપી હોવાનું પણ સ્વીકાર્યું છે.
સીઆઈએના પૂર્વ અધિકારીએ 1900 કરોડની છેતરપિંડી કબૂલી
Source: BBC Gujarati