ભુજ LCBએ માંડવી તાલુકાના ગુદીયાળી ગામમાં દરોડો પાડી 28 વર્ષીય બિલાલ અબ્દુલરઝાક સુમરાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 4 બનાવટી ઓળખકાર્ડ, ITIના શંકાસ્પદ સર્ટિફિકેટ, કમ્પ્યુટર, પ્રિન્ટર અને લેમિનેશન મશીન જપ્ત કરાયા છે. તે અસલી દસ્તાવેજોમાં ફેરફાર કરી બોગસ કાર્ડ ઊંચા ભાવે વેચતો હતો. સરહદી વિસ્તારમાં સુરક્ષા ચિંતા વચ્ચે વધુ તપાસ ચાલુ છે.
કચ્છમાં નકલી આધાર કાર્ડ બનાવનાર ઝડપાયો
Source: Gujarat First