જામનગરમાં એલસીબીએ નાગના રોડ અને ચુનાના ભઠ્ઠા નજીક બે અલગ અખાડા પર દરોડા પાડી ૧૫ શખ્સોની અટકાયત કરી છે. પ્રથમ દરોડામાં ૮૫,૨૦૦ રોકડ, ચાર મોટરસાયકલ અને પાસા મળી કુલ ૨.૦૫ લાખનો મુદામાલ જપ્ત થયો છે, જ્યારે બીજા દરોડામાં ૬૩,૧૦૦ રોકડ અને ચાર મોબાઇલ મળી ૮૩,૧૦૦નો મુદામાલ કબ્જે કરાયો છે. બંને દરોડામાં કેટલાક આરોપીઓ ફરાર થયા છે અને જુગારધારા કલમ ૪-૫ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
જામનગરમાં ઘોડીપાસા જુગારના બે અખાડા પર દરોડો, ૧૫ અટકાયતમાં
Source: Aajkaal Gujarati