રાજકોટ જિલ્લાના જસદણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વકીલ રામ મકવાણાની ઓફિસ પર અચાનક દરોડા પાડ્યા છે. દિલ્હીથી આવેલી ઉચ્ચ અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે તાળા ખોલાવીને દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને બેંક ખાતાઓની ચકાસણી શરૂ કરી છે. કરોડો રૂપિયાના શંકાસ્પદ અને બેનામી વ્યવહારો સંબંધે કાર્યવાહી હોવાની ચર્ચાથી વિસ્તારમાં ચકચાર મચી છે.
જસદણમાં વકીલની ઓફિસ પર EDના દરોડા
Source: Aajkaal Gujarati