તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણા ગામે ડાંગર કાપવા જઈ રહેલા શ્રમિકો ભરેલો પીકઅપ ટેમ્પો પલટી મારી ગયો હતો. અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટેમ્પામાં લગભગ 10 શ્રમિકો સવાર હતા. પોલીસે ચાલક વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તાપીમાં પીકઅપ ટેમ્પો પલટી, ત્રણ શ્રમિકોનાં મોત
Source: Aajkaal Gujarati