બનાસકાંઠામાં ટ્રક-બાઇક અકસ્માત, ત્રણના મોત

બનાસકાંઠામાં ટ્રક-બાઇક અકસ્માત, ત્રણના મોત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આબુરોડ માર્ગ પર માવલ પાસે પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા છે અને ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies