દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રૂ.૬.૬૭ કરોડના ખર્ચે સુરજકરાડી-ઓખા રોડના વાઇડનિંગ અને રિસરફેસિંગ કાર્યનો પ્રારંભ થયો છે. બેટ દ્વારકાના મંદિર અને તાલુકા મથકને જોડતો આ મહત્વનો માર્ગ હોવાથી કામ પૂર્ણ થતાં ઓખા અને સુરજકરાડીના લોકો તથા યાત્રિકોનો વાહનવ્યવહાર સુગમ બનશે. ટ્રાફિકની સમસ્યા દૂર થશે, માર્ગ સલામતી વધશે અને સમયની બચત થશે.
સુરજકરાડી-ઓખા રોડના પહોળીકરણ કાર્યનો પ્રારંભ
Source: Aajkaal Gujarati