આજે દિવાળી નિમિત્તે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે, જેમાં બપોરે 2:20 થી 3:30 વાગ્યા સુધી એક કલાક ટ્રેડિંગ થશે. BSE અને NSE પર ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ સહિતના સેગમેન્ટમાં વ્યવહાર થશે. 1957થી ચાલી આવતી આ પરંપરા વિક્રમ સંવત 2083નું સ્વાગત કરશે. ગયા અઠવાડિયે સેન્સેક્સ 6,569 પોઈન્ટ વધ્યો હતો અને બજાર મૂડીકરણ રૂ.29 લાખ કરોડ વધીને રૂ.500 લાખ કરોડ થયું હતું.
દિવાળી પર આજે મુહૂર્ત ટ્રેડિંગ: બપોરે 2:20 થી 3:30 સુધી શેરબજાર ખુલશે
Source: Aajkaal Gujarati