છઠ્ઠી ઑગસ્ટ, 1990ના રોજ પાકિસ્તાનના તત્કાલીન વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોની સરકારને બરખાસ્ત કરવામાં આવી હતી. આ પગલાને તેમણે 'લશ્કરી હસ્તક્ષેપ' ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ કાવતરું પાકિસ્તાની સેનાએ ઉપજાવ્યું હતું. રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાને સંસદ ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરી હતી.
બેનઝીર ભુટ્ટોની સરકાર બરખાસ્તમાં સેનાની ભૂમિકા શું હતી?
Source: BBC Gujarati