નાસીરનગર ડિમોલિશન વિવાદ અને હાઈકોર્ટની ટકોર બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. તેમની જગ્યાએ સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારને વધારાનો હવાલો સોંપાયો છે. હાઈકોર્ટે તપાસ દરમિયાન કમિશનર પદ પર રહેવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
નાસીરનગર વિવાદ બાદ સુરત મ્યુનિસિપલ કમિશનરની બદલી
Source: Mantavya News