વાવ તાલુકાના મોરીખા ગામમાં ભારે વરસાદ બાદ તળાવનું પાણી ઘરોમાં ઘૂસી ગયું છે, જેમાં મૃત માછલીઓ સડીને ભયાનક દુર્ગંધ ફેલાઈ છે. ગામલોકો 10 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને દલિત વસ્તી હોવાથી તંત્ર બેદરકાર હોવાનો આરોપ લગાવે છે. આરોગ્ય વિભાગે દવાનો છંટકાવ કર્યો છે, પણ પાણીનો નિકાલ ન થતાં ચાંદીપુરા વાયરસનો ભય છે.
દલિત હોવાના કારણે દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર?
Source: BBC Gujarati