અમદાવાદના વિશાલા બીટમાં ફરજ બજાવતા TRB જવાન જાવેદખાન હુસેનખાને ફરજમાં ગેરહાજરી બદલ રિપોર્ટ કરનાર PSI ભરત પંડ્યાને ગાળાગાળી કરી 'આંતરડાં બહાર કાઢી દઈશ' તેવી ધમકી આપી હતી. વાસણા પોલીસે તપાસ શરૂ કરી છે. જાવેદખાન અગાઉ પણ શિસ્તભંગ બદલ સસ્પેન્ડ થયો હતો.
અમદાવાદમાં TRB જવાને PSIને ધમકી આપી, ફરિયાદ નોંધાઈ
Source: News18 Gujarati