રાજકોટના બેડી ગામ પાસે વીડીવાળા પીર દરગાહ નજીક તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો અને એક યુવક સહિત ચાર લોકો ડૂબી ગયા હતા. એક બાળકને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. મૃતકોમાં સોહન, સેફુ, સાહિલ અને અલીફા શોરાનો સમાવેશ થાય છે. સોહનનો આજે જ જન્મદિવસ હતો.
બેડી ગામ નજીક તળાવમાં ડૂબી જતાં ચારના મોત
Source: News18 Gujarati