બંગાળની ખાડીમાં ચાર દિવસમાં બીજું ડિપ્રેશન સર્જાયું છે, જે પશ્ચિમ બંગાળમાં સક્રિય છે. ગુજરાત નજીક બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોન સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Source: News18 Gujarati