ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે 23 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
Source: Zee 24 Kalak