ત્વચા નિષ્ણાત ડૉ. રિદ્ધિ પાંડે જણાવે છે કે તલ અને મસા અલગ છે; ઘરેલુ ઉપાયો કે કેમિકલથી દૂર કરવાનો પ્રયાસ ઇન્ફેક્શન અને ડાઘનું કારણ બની શકે છે. તલ માટે સર્જિકલ એક્સિઝન અને મસા માટે ક્રાયોથેરાપી જેવી સારવાર સલામત છે. અચાનક નવો તલ કે ફેરફાર દેખાય તો નિષ્ણાત પાસે તપાસ કરાવવી જોઈએ.
તલ-મસા દૂર કરવા ઘરેલુ ઉપાય નુકસાનકારક, ડોક્ટરની સલાહ લેવી જરૂરી
Source: News18 Gujarati