જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 27 વર્ષીય ગિરીશ બાલસે નામના યુવકે પત્ની વિજ્યાનું ગળું દબાવીને હત્યા કરી, ત્યારબાદ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો. પોલીસને મૃતકના ફોનમાંથી કબૂલાત કરતો વીડિયો મળ્યો, જેના આધારે ઘરેથી પત્નીનો મૃતદેહ મળી આવ્યો. ઘરકંકાસ અને માનસિક ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનું વીડિયોમાં જણાવ્યું છે.
કેશોદમાં પત્નીની હત્યા બાદ યુવકનો આપઘાત
Source: Aajkaal Gujarati