ગુજરાત પોલીસ વિભાગે રાજ્યભરમાં ફરજ બજાવતા 414 કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જાહેર કર્યા છે. આમાં UPC/ULR કક્ષાના 226, APC/ALR કક્ષાના 129 અને UHC/AHC કક્ષાના 59 કર્મચારીઓનો સમાવેશ થાય છે. પતિ-પત્ની અને કૌટુંબિક રજૂઆતોને અગ્રતા આપવામાં આવી છે, અને કર્મચારીઓએ નિયત સમયમાં નવી જગ્યાએ હાજર થવાનું રહેશે.
ગુજરાત પોલીસના 414 કર્મચારીઓની આંતરજિલ્લા બદલી
Source: Aajkaal Gujarati