ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે અમદાવાદ સહિતના વિસ્તારોમાં બનાવટી દવાઓના વેચાણ સામે સઘન તપાસ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસમાં 30થી વધુ મેડિકલ સ્ટોર્સ અને એજન્સીઓમાં તપાસ કરાઈ છે. નડિયાદ અને ભાવનગરમાંથી NICARDIA RETARD 10 ટેબ્લેટના જથ્થા જપ્ત કરાયા છે. અંદાજે રૂ. 1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત કરાયો છે.
અમદાવાદમાં ડુપ્લિકેટ દવાઓ સામે તંત્રની કાર્યવાહી, 30થી વધુ સ્ટોર્સમાં તપાસ
Source: Gujarati Jagran