કેન્દ્ર સરકારે ક્લોરફેનિરામાઈન મેલિએટ અને ફિનાઈલએફ્રિન હાઈડ્રોક્લોરાઈડ ધરાવતા તમામ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન પર નવી શરતો લાદી છે. આ દવાઓનો ઉપયોગ 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રતિબંધિત કરાયો છે. લેબલ અને પ્રચાર સામગ્રીમાં ચેતવણી ફરજિયાત કરાઈ છે. આ નિર્ણય DTAB ની ભલામણ બાદ જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા, સરકારે આદેશ જારી કર્યો
Source: ABP Asmita