સાબરકાંઠાના સપ્તેશ્વર ખાતે દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન મહેસાણાના બે યુવકો નદીમાં ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન દરમિયાન બે યુવકોના મોત
Source: Aajkaal Gujarati