રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શુધ્ધ ઘી અને લાડુ સહિત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી સામે સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું. 39 પેઢીની તપાસમાં 60 કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરાયો અને 10 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી રૂ. 7,500નો વહીવટી ચાર્જ વસૂલાયો. 37 નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
રાજકોટમાં ખાદ્ય સર્વેલન્સ: 60 કિલો વાસી જથ્થાનો નાશ, 10 પેઢીને નોટિસ
Source: Aajkaal Gujarati