આઈઆઈટી બૉમ્બેના બીજા વર્ષના વિદ્યાર્થીનો 18 સપ્ટેમ્બરે હૉસ્ટેલ રૂમમાં મૃતદેહ મળ્યો. પરીક્ષામાં ચેટજીપીટીનો ઉપયોગ કરતાં પકડાયા બાદ તેમણે આ પગલું ભર્યું હોવાનું સંસ્થાએ જણાવ્યું. ઘટનાને પગલે વિદ્યાર્થીઓએ પારદર્શિતા અને સુરક્ષાની માંગ સાથે કૅમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું. પવઈ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
આઈઆઈટી બૉમ્બે વિદ્યાર્થીના મૃત્યુ પર વિરોધ, ચેટજીપીટી વિવાદ
Source: BBC Gujarati