રાજ્યમાં પીટીસી પ્રવેશ માટે 62 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ 209 કોલેજોની 18,625 બેઠકો માટે પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં 24થી 29 સપ્ટેમ્બર દરમિયાન વિદ્યાર્થીઓ કોલેજ પસંદગી કરી શકશે. NCTEની માન્યતા યાદીમાં નામ ન હોય તેવી 33 કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવી છે.
પીટીસી પ્રવેશ: 33 કોલેજો બાકાત, 24થી કોલેજ પસંદગી
Source: Aajkaal Gujarati