કૅગના તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતમાં જળ જીવન મિશન હેઠળ ગામડાંમાં પૂરું પાડવામાં આવતું પાણી મોટાભાગે પીવાલાયક નથી. છ જિલ્લાના 88 નમૂનામાંથી માત્ર 11.36% જ યોગ્ય ગુણવત્તાના મળ્યા, જ્યારે 88.64% અયોગ્ય હતા. રાજ્ય સરકારે 18,024 ગામોમાં યોજના પૂર્ણ થયાનો દાવો કર્યો, પણ ઑગસ્ટ 2025 સુધી માત્ર 16,920 ગામોને જ પ્રમાણપત્ર મળ્યાં.
જળ જીવન મિશન: ગામડાંના 88% પાણીના નમૂના અયોગ્ય
Source: BBC Gujarati