દક્ષિણ આફ્રિકાના જોહાનીસબર્ગ નજીક એકુરહુલેની વિસ્તારમાં જુલાઈથી અત્યાર સુધી નવ મહિલાઓના મૃતદેહ મળ્યા છે. મોટાભાગની પીડિતાઓ 20થી 30 વર્ષની યુવતીઓ હતી, જેમની ક્રૂર હત્યા કરાઈ. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, પરંતુ બાકીના કેસોમાં કોઈ ધરપકડ થઈ નથી. આ ઘટનાએ દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અંગે ભારે આક્રોશ ફેલાવ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં નવ મહિલાઓની હત્યાથી ભયનો માહોલ
Source: BBC Gujarati