રાજકોટ ટ્રાફિક પોલીસની કોમ્બિંગ નાઈટ ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના 147 વાહનો ડિટેઇન કરાયા, જેમાં 19 ફોરવ્હીલર અને 128 ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. ચેકિંગ દરમિયાન 249 જૂના પેન્ડિંગ ચલણ ભરાવી રૂ.1,19,200ની પેનલ્ટી વસૂલાઈ. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ 19-20 સપ્ટેમ્બરે આ ડ્રાઈવ યોજાઈ. માર્ગ સલામતી માટે આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે.
રાજકોટમાં નાઈટ ડ્રાઈવ: 147 વાહનો ડિટેઇન, 249 ચલણ ભરાવ્યા
Source: Aajkaal Gujarati