આણંદના બાકરોલમાં લગ્ન બાબતે થયેલી બોલાચાલીમાં આશિક નામના પુત્રએ પિતા કાલુમીયાં બેલીમની કુહાડીથી હત્યા કરી નાખી. બહેનના નિકાહના બે દિવસ પહેલાં આ ઘટના બનતાં પંથકમાં ચકચાર મચી ગઈ. વલ્લભ વિદ્યાનગર પોલીસે આરોપીને દબોચી લીધો છે અને તેણે ગુનો કબૂલ્યો છે.
આણંદમાં લગ્ન વિવાદમાં પુત્રએ પિતાની કુહાડીથી હત્યા કરી
Source: Zee 24 Kalak