ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે વનડે કેપ્ટન શુભમન ગિલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ગિલ ભાગ્યશાળી છે કારણ કે તેને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનું માર્ગદર્શન મળી રહ્યું છે, જેનાથી કેપ્ટનશીપનો ભાર હળવો થાય છે. ગિલે 12 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 6માં વિજય મળ્યો છે. હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં તે ટીમની આગેવાની કરશે.
ગંભીરે ગિલને ભાગ્યશાળી ગણાવ્યો, રોહિત-કોહલીનું માર્ગદર્શન વરદાનરૂપ
Source: Gujarati Jagran