રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી અંડર-19 યુથ વનડેની અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી 3-0થી ક્લીન સ્વીપ કરી. કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ 106 બોલમાં અણનમ 110 રનની કેપ્ટન ઇનિંગ રમી મેન ઓફ ધ મેચ બન્યો. ઓસ્ટ્રેલિયાએ 254 રન બનાવ્યા હતા, જે ભારતે 41.2 ઓવરમાં પૂરો કર્યો. હવે 27-30 સપ્ટેમ્બર દરમિયાન યુથ ટેસ્ટ શ્રેણી રમાશે.
ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી 3-0થી સિરીઝ કબ્જે કરી
Source: Aajkaal Gujarati