ધોળકા તાલુકાના ભેટાવાડા સહિત પાંચ ગામોના લોકોએ ઔદ્યોગિક અને નગરપાલિકાના દૂષિત પાણી સામે 35 દિવસથી આંદોલન કર્યું છે. ગુરુવારે ધોળકા બંધ પાળીને તાલુકા સેવાસદન સુધી રેલી કાઢવામાં આવી. ગ્રામજનોનો દાવો છે કે આ પાણીને કારણે ત્વચા રોગ અને કેન્સરના કેસો વધ્યા છે. સરકારી બાંહેધરી ન મળે ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે.
ધોળકા: દૂષિત પાણી સામે ગ્રામજનોનું આંદોલન, બંધની હાકલ
Source: BBC Gujarati