રાજકોટમાં દલિત યુવકની છરીના ઘા મારી હત્યા

રાજકોટમાં દલિત યુવકની છરીના ઘા મારી હત્યા

રાજકોટના ભક્તિનગર સર્કલમાં ગુરુવારે 27 વર્ષીય દલિત યુવક વિમલ વાણિયાની છરીના ઘા મારી હત્યા કરાઈ. પોલીસ ફરિયાદ મુજબ, અન્ય સમાજમાં પ્રેમલગ્ન કરનાર વિમલની પત્ની શીતલના ભાઈ કમલેશ ઉર્ફે કાનો ઘાંઘળ અને તેના બે મિત્રોએ હુમલો કર્યો હતો. ત્રણેય આરોપી મોટરસાઇકલ પર નાસી ગયા છે. પોલીસે હત્યા, ધમકી અને એટ્રોસિટી કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source: BBC Gujarati

More in Crime

Read the live feed on ZapIndies