ગાંધીનગર મનપા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાના તબક્કા પહેલાં કોંગ્રેસે તેના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પક્ષના નેતા લલિત કગથરા અને કિરીટ પટેલે આ પગલું ભાજપના સંભવિત દબાણ સામે સાવચેતી ગણાવ્યું છે. 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી થશે. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર છે.
ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસના ઉમેદવારો સુરક્ષિત સ્થળે ખસેડાયા
Source: Mantavya News