દિલ્હીના 26 વર્ષીય પુરુષમાં સંતાનપ્રાપ્તિ ન થતાં તપાસમાં ગર્ભાશય અને ફેલોપિયન ટ્યૂબ મળી આવ્યાં. ડૉક્ટર સુશીલ ખરબંદાના જણાવ્યા અનુસાર આ પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમ (પીએમડીએસ) છે, જે અત્યંત દુર્લભ જન્મજાત સ્થિતિ છે. તેમાં 46XY રંગસૂત્રો હોવા છતાં એએમએચ હોર્મોનની ગેરહાજરીથી આંતરિક સ્ત્રી પ્રજનન અંગો રહી જાય છે. વિશ્વમાં અત્યાર સુધી 300થી ઓછા કેસ નોંધાયા છે.
દિલ્હીમાં 26 વર્ષીય પુરુષના શરીરમાં ગર્ભાશય મળ્યું
Source: BBC Gujarati