સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટે 92 સાક્ષીઓ હોસ્ટાઇલ થયાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. 22 આરોપીઓને નિર્દોષ છોડવાના બૉમ્બે હાઇકોર્ટના ચુકાદા સામેની અરજી પર કોર્ટે નોટિસ ઇસ્યૂ કરી છે. 22માંથી 21 પોલીસ કર્મચારીઓ છે. બેન્ચે કેટલાક સાક્ષીઓનાં નિવેદનો ચકાસવાનું કહ્યું છે.
સોહરાબુદ્દીન કેસ: 92 સાક્ષીઓ ફરી ગયા, સુપ્રીમ કોર્ટે તપાસ કરવા કહ્યું
Source: BBC Gujarati