અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી આવેલા સુરતના મુસાફરની કેબિન બેગેજમાંથી 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. પ્લાસ્ટિકના 30 પેકેટ મળતાં NDPS એક્ટ હેઠળ ધરપકડ કરાઈ છે. APIS પ્રોફાઇલિંગના આધારે શંકાસ્પદ મુસાફરને ટર્મિનલમાં પ્રવેશતાં જ અટકાયતમાં લેવાયો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર 973 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત, સુરતનો મુસાફર ઝડપાયો
Source: Gujarat First