જામનગરમાં હાલારી વિશા ઓશવાળ જૈન બોર્ડીંગની ૧,૧૨,૫૪૪ ચોરસ ફૂટ જમીન અંગેના ચકચારી કેસમાં જિલ્લા કલેકટર પરીમલ પંડ્યાએ વિવાદી મનીષ શાહની અપીલ અરજી નામંજૂર કરી નાયબ કલેકટરનો હુકમ યથાવત રાખ્યો છે. ૪૪ વર્ષના વિલંબ બાદ કરાયેલી અરજીમાં ટ્રસ્ટીપદના પુરાવા રજૂ ન થતાં કલેકટરે બોર્ડીંગને ધારણકર્તા ઠરાવ્યું છે.
જામનગરમાં વિશા ઓશવાળ જમીન વિવાદમાં અપીલ નામંજૂર
Source: Aajkaal Gujarati