રાજકોટ AIIMSમાં નર્સિંગ ઓફિસર લલિત સામે મહિલા ડોક્ટર સાથે છેડતી કરવાના આક્ષેપ બાદ રેસિડન્ટ ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે. ગઈકાલે રાત્રે બનેલી ઘટનાના વિરોધમાં 50થી 60 ડોક્ટરો ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર પાસે એકઠા થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ડોક્ટરોએ આક્ષેપિત સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે અને ડેપ્યુટી ડાયરેક્ટર તથા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને જાણ કરવામાં આવી છે. અધિકારીઓએ ત્વરિત કાર્યવાહીની ખાતરી આપી છે.
રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટર સાથે છેડતી વિરુદ્ધ રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ
Source: Aajkaal Gujarati