દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073માં કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર ઓમાની કો-પાયલટે હુમલો કર્યો હોવાના આરોપમાં વિમાનનું સાઉદી અરેબિયાના તાબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. સાઉદી ગૃહ મંત્રાલયની પ્રાથમિક તપાસ બાદ આરોપીને UAEને સોંપાયો છે. બંને પાયલટને હોસ્પિટલમાં સારવાર મળી હતી અને UAEએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.
ફ્લાઇટ FZ1073ના કોકપિટમાં હુમલો, કો-પાયલટ UAEને સોંપાયો
Source: News18 Gujarati