અરવલ્લીના માલપુર તાલુકાના મોરડુંગરી નજીક બિશ્નોઈ ગેંગના આરોપીઓ અને એલસીબી ટીમ વચ્ચે સામસામે ગોળીબાર થયો. પોલીસની જવાબી કાર્યવાહીમાં એક આરોપીને પગમાં ગોળી વાગતાં તેને ઝડપી લેવાયો, જ્યારે તેનો સાથી ફરાર થઈ ગયો. ઘટનામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે બે માઉઝર પિસ્તોલ અને પોશડોડાનો જથ્થો જપ્ત કર્યો છે.
અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગ સાથે પોલીસની અથડામણ, એક આરોપી ઝડપાયો
Source: Aajkaal Gujarati