ઉનાના સણોસરી ગામે ત્રણ વર્ષના ચેતન બામણીયાનું દીપડાના હુમલામાં મોત થયું હતું. વન વિભાગે કલાકોની શોધખોળ બાદ માનવભક્ષી દીપડાને પાંજરે પુર્યો અને બાળકના મૃતદેહને ગીર ગઢડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાથી ગામમાં ભય અને પરિવારજનોમાં શોકનો માહોલ છે, જ્યારે દીપડો પાંજરે પુરાતાં લોકોએ રાહત અનુભવી.
ઉનાના સણોસરીમાં દીપડાના હુમલે બાળકનું મોત, દીપડો પાંજરે
Source: Aajkaal Gujarati