ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA)નો 50મો સુવર્ણ જયંતી મહોત્સવ અને વાર્ષિક સાધારણ સભા સાળંગપુર ખાતે યોજાઈ. 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરના ચા ઉદ્યોગના અગ્રણીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, પેકર્સ અને કમિશન એજન્ટોએ ભાગ લીધો. GTTA પ્રમુખ મનીષ પટેલે સંસ્થાની 1976થી ચાલી આવતી ઐતિહાસિક સફર અને 600થી વધુ સભ્યોના હિતોની રક્ષા પર પ્રકાશ પાડ્યો.
સાળંગપુરમાં GTTAનો સુવર્ણ જયંતી મહોત્સવ સંપન્ન
Source: Gujarati Jagran