ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ પુષ્ટિ કરી છે કે ભારત સહિત 7 દેશોએ 2036 ઓલિમ્પિકની યજમાનીમાં રસ દર્શાવ્યો છે. ભારત, જર્મની, હંગેરી, કતાર, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કી નવેમ્બરમાં IOCની ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ પોતાની યોજનાઓ રજૂ કરશે. ભારતની દાવેદારીમાં અમદાવાદ મુખ્ય શહેર છે. 31 ઓક્ટોબર બાદ નવી દાવેદારી સ્વીકારાશે નહીં.
2036 ઓલિમ્પિક: ભારત સહિત 7 દેશોની દાવેદારી, નવેમ્બરમાં પ્રેઝન્ટેશન
Source: Mantavya News