અરવલ્લીના માલપુર નજીક મોરડુંગરી ખાતે LCB પોલીસ ટીમે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું. જવાબી કાર્યવાહીમાં પોલીસે 4 રાઉન્ડ ફાયર કર્યા, જેમાં આરોપી રાજારામ બિશ્નોઈના પગે ગોળી વાગતાં તે ઘાયલ થયો. ઘટનાસ્થળેથી 500 કિલોથી વધુ પોશડોડા અને વાહન સહિત ₹84 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ઝપાઝપીમાં LCBના PI, PSI અને એક પોલીસકર્મીને નાની ઈજાઓ થઈ.
અરવલ્લીમાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે ફાયરિંગ, એક ઘાયલ
Source: News18 Gujarati